DhunkDa lagnanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢૂંકડા લગ્નનું ગીત

DhunkDa lagnanun geet

નિરંજન યાજ્ઞિક નિરંજન યાજ્ઞિક
ઢૂંકડા લગ્નનું ગીત
નિરંજન યાજ્ઞિક

પિંજરમાં હોય એને પોપટનું નામ

અને આંખોમાં હોય એને? બોલ,

સખી પાદરમાં વાગે છે ઢોલ!

તોરણમાં હોય એને મોર કે’વાય

અને ઊંબરમાં હોય એને? બોલ

સખી શેરીમાં વાગે છે ઢોલ!

મારું હોવું તે આજ કમ્મળનું ફૂલ અહીં

કાલ કોણ ખીલવાનું? બોલ

સખી આંગણિયે વાગે છે ઢોલ!

ફળિયામાં ઊડે લાગે ગુલાલ

અને આંખોમાં તબકે એ? બોલ

સખી હૈડામાં વાગે છે ઢોલ?

સ્રોત

  • પુસ્તક : સાત અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : નિરંજન યાજ્ઞિક
  • પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન
  • વર્ષ : 1993