ek teen - Geet | RekhtaGujarati

ગોફણર્માં ચકર્લાં ઉડાડર્યાં તો જૉણ્યાં

પણ કાળર્જાં ઉડાડર્યાં એક તીં!

કોર્યાં ધાકોર જોર્યાં ચેમાર્સાં કૈંક

લૂના વગડા પલાળ્યા એક તીં!

ઓઠે બેસીને અલ્યા, દરિયો ડૉળાય

બોલે ભર રે બજાર એવું કુણ?

ખેતરને ખૂણે તે સૌએ મલકાય

ઊભી વાટે ઝલકાય એવું કુણ?

ઘરના થાળાની બધા ઊંદરી નચાવે

પાળી વનની કુવૅલ્ય એક તીં.......ગોફણર્માં.

મહુર્ડાં વીણાય વળી ર્આંબા વેડાય

બોલ–બોર્રાં ઉતારે એવું કુણ?

વૅલ્યમાં બેહારી તો પૂણિયાય લાવે

ઊર્ભાં બેર્ડાં ઉતારે એવું કુણ?

રૂંર્વાંર્માં ગોફણ તો ડૂંર્ડાં થઈ ફૂટી

એવી માયા લગાડી એક તીં! .......ગોફણર્માં.

સ્રોત

  • પુસ્તક : મથામણ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984