દુનિયાનું દર્પણ
dunia nu darpan
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
Dahyabhai Dholshaji Jhaveri
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
Dahyabhai Dholshaji Jhaveri
નાટક દુનિયાનું દર્પણ રૂડું,
ગુણદોષ જોવાનું.
આંતેથી જોઈ જોઈ બોધ લઈ,
દિલડાનું દુઃખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું,
રસભરેલ રૂડું ભાણું.
ભલે મૂરખડા ભસી મરે,
કે ધિંગ ધિંગાણું - નાટક...
ઘડીક હસાવે ઘડીક રડાવે,
બધ્ધે બોધ બતાવે.
લે જેને મન જે ભાવે,
જ્યમ માર્યું ત્રાંબું ખાવે.
રીતસર ખાવે રસ આવે,
નહિ તો જમપૂરી જાવે.
કરમ કૂટ ઊંધું સમજે,
તો કોને કહેવાનું - નાટક...
સ્રોત
- પુસ્તક : મીઠા ઉજાગરા (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : વિનયકાંત દ્વિવેદી
- પ્રકાશક : વિનયકાંત દ્વિવેદી
- વર્ષ : 2001
