dungar mathe jhalumbiyo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ડુંગર માથે ઝળૂંબિયો

dungar mathe jhalumbiyo

જગદીપ વીરાણી જગદીપ વીરાણી
ડુંગર માથે ઝળૂંબિયો
જગદીપ વીરાણી

ડુંગર માથે ઝળૂંબિયો પેલો મેહુલિયો વણઝારો રે
ધીરે ધીરે આવ્યો રે – આકાશે કામણગારો રે.

          આવકાર મયૂરો આપે છે.
          ટહુકે તાજી યાદ કરે છે.
          મસ્ત ઢેલડી જોઈ રહી –
          આકાશે નીરકુવારો રે

ધીરે ધીરે આવ્યો રે – આકાશે કામણગારો રે.

          દિશ દિશમાં આનંદ છવાયો
          માનવીએ મલ્હાર જ ગાયો
          ખેતર સૂતાં તૃપ્ત બન્યા છે.
          આવ્યો એ ગુણગારો રે –

ધીરે ધીરે આવ્યો રે – આકાશે કામણગારો રે.

          વૃક્ષોને ઝરણાંઓ સાથે
          રાહ જોતાં તેની સંગાથે
          મદભર મસ્ત વાદળિયો સંગે
          આવ્યો રંગ ગબારો રે –

ધીરે ધીરે આવ્યો રે – આકાશે કામણગારો રે.
ડુંગર માથે ઝળૂંબિયો રે – પેલો મેહુલિયો વણઝારો રે.

સ્રોત

  • પુસ્તક : વિરાટના પગથારે (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : જગદીપ વીરાણી
  • સંપાદક : વિનોદ જોશી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : (પુનર્મુદ્રણ)