રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુઃખ કલમને રોકે
દુઃખની ઘટના લખવા જાઉં
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ...
અમે તમારાં અરમાનોને
ઉમંગથી શણગાર્યાં
અમે તમારાં સપનાંઓને
અંધારે અજવાળ્યાં
તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ
nam tamarun lakhyun haji tyan aansu awyan aagal
jhalajhaliyanni jhankhap wachche lakhiye kyanthi kagal
sukhni ghatna lakhun tamone
tyan dukha kalamne roke
dukhani ghatna lakhwa jaun
tyan haiyun hathne roke
chhekachheki kartan kartan puro thai gayo kagal
nam tamarun lakhyun haji tyan aansu awyan aagal
ame tamaran armanone
umangthi shangaryan
ame tamaran sapnanone
andhare ajwalyan
toy tamari ichchha mujthi doDe aagal aagal

સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 132)
- સર્જક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008