રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાંસની કરી છાબડી તેમાં દુઃખ મૂકીને વ્હેણમાં વ્હેતું કરી,
ચાલને પિયા! સુખની સામોસામ : થશે આ પલ તો હરીભરી....
નીલ ગગનનો દરિયો લ્હેરે
વાયરો સોનલ સાંજને ઘેરે
નેણુ આ ઝૂકે તારે ચહેરે
દૂરના કોઈ સૂર આવીને કેશમાં સિંદૂર જાય રે ભરી:
ચાલને પિયા! સુખની સામોસામ : થશે આ પલ તો હરીભરી....
નભની પેલે પાર વસે છે
સૂનો સૂનો મહેલ હસે છે
શમણાંઓ તો તસતસે છે,—
વાદળ થઈને આંખ તો પછી જાય રે ઝરી, જાય રે ઝરી :
ચાલને પિયા! સુખની સામોસામઃ થશે આ પલ તો હરીભરી....
હળવે હળવે હવા વહે
મનમાં મારા ઝંખના રહે
‘કૈંક તો કહે, કૈંક તો કહે!’
વેણ એ તારા વ્હેણમાં દીવા થઈને સરી જાય રે તરી:
ચાલને પિયા! સુખની સામોસામ! થશે આ પલ તો હરીભરી....
wansni kari chhabDi teman dukha mukine whenman whetun kari,
chalne piya! sukhni samosam ha thashe aa pal to haribhri
neel gaganno dariyo lhere
wayro sonal sanjne ghere
nenu aa jhuke tare chahere
durna koi soor awine keshman sindur jay re bharih
chalne piya! sukhni samosam ha thashe aa pal to haribhri
nabhni pele par wase chhe
suno suno mahel hase chhe
shamnano to tasatse chhe,—
wadal thaine aankh to pachhi jay re jhari, jay re jhari ha
chalne piya! sukhni samosam thashe aa pal to haribhri
halwe halwe hawa wahe
manman mara jhankhna rahe
‘kaink to kahe, kaink to kahe!’
wen e tara whenman diwa thaine sari jay re tarih
chalne piya! sukhni samosam! thashe aa pal to haribhri

સ્રોત
- પુસ્તક : આકાશ (પૃષ્ઠ ક્રમાંક 81)
- સર્જક : જગદીશ જોશી
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1972