ના તને ખબર પડી કે ના મને ખબર પડી
naa tane khabar padii ke naa mane khabar padii

ના તને ખબર પડી કે ના મને ખબર પડી
હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી
કારણમાં આમ હૈં નથી, બે આંખ, બસ, લડી
તું પ્રેમમાં પડ્યો અને હું પ્રેમમાં પડી
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં જતું જડી!
બંનેનાં દિલ ઘડકતાં હતાં જે જુદાં જુદાં
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી.
શરમાઈ જતી તોય મને જાણ તો થતી
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડી અડી
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી
મેં સાચવ્યો'તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીક ત્યાંથી ઊકલી ગઈ ગડી.
મળશું જરૂર આપણે ધીરજ તું ધર પ્રિયે
સાચા પ્રણયને કાંઈ પણ શકતું નથી નડી.
na tane khabar paDi ke na mane khabar paDi
hun premman paDyo ke tun premman paDi
karanman aam hain nathi, be aankh, bas, laDi
tun premman paDyo ane hun premman paDi
haiyun rahyun na hath, gayun Dhalman daDi
melaman kon kone kyare kyan jatun jaDi!
bannenan dil ghaDaktan hatan je judan judan
a prem etle ke ene joDti kaDi
sharmai jati toy mane jaan to thati
mari taraph tun je rite joto ghaDi ghaDi
Dhalta surajni same samandarni retman
besi shake to bes aDoaD aDi aDi
mara wina udas chhun te janun chhun priye
mein pan witawi ketli rato raDi raDi
mein sachawyoto sol waras je rumalne
tun aawyo jyan najik tyanthi ukli gai gaDi
malashun jarur aapne dhiraj tun dhar priye
sacha pranayne kani pan shakatun nathi naDi

સ્રોત
- પુસ્તક : પૂછીને થાય નહીં પ્રેમ... (પૃષ્ઠ ક્રમાંક 95)
- સર્જક : તુષાર શુક્લ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2007