Dil uparna Dagha - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ડિલ ઉપરના ડાઘા

Dil uparna Dagha

વિનોદ ગાંધી વિનોદ ગાંધી
ડિલ ઉપરના ડાઘા
વિનોદ ગાંધી

છીછરાંમાં છબછબિયાં કરતા ઊંડાથી તો આઘા,

અંદરથી જે કોરા રહેતા ઉપર પલળે વાઘા.

લાખ વાર તો ઘોળ્યાચોળ્યા,

અનેક વાર તો બોળ્યા,

કશો પડ્યો ના ફેર ભલેને

અત્તરમાં રગદોળ્યા,

હજીય મૂળગા ટકી રહ્યા છે ડિલ ઉપરના ડાઘા,

અંદરથી જે કોરી રહેતા ઉપર પલળે વાઘા.

હાથવગાંના કરી હલેસાં

પગથી જળ પંપાળ્યાં,

જરૂર પડી ત્યાં રોક્યાંટોક્યાં,

જરૂર પડી તો ખાળ્યાં,

તો પણ સઘળું ડૂબ, વખત પર નહીં પિરોયા ધાગા,

છીછરાંમાં છબછબિયાં કરતા ઊંડાથી તો આઘા.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008