dhuni re dhakhawi beli! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધૂણી રે ધખાવી બેલી!

dhuni re dhakhawi beli!

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
ધૂણી રે ધખાવી બેલી!
અવિનાશ વ્યાસ

ધૂણી રે ધખાવી બેલી!

અમે તારા નામની...

અમે તારા નામની, અલખના રે ધામની. ધૂણી.

ભૂલો રે પડ્યો રે હંસો

આંગણે ઊડીને આવ્યો,

તનમનથી તરછોડાયો,

મારગ મારગ અટવાયો

ગમ ના પડે રે એને ઠાકુર તારા ગામની. ધૂણી.

એક રે તાતી તલવાર,

ને બીજો તંબૂરનો તાર.

એક વજ્જરમાંથી ઊપજ્યાં,

તોયે મેળ મળે ના લગાર.

કદી કદી આવતી રે આંધી હોય કામની. ધૂણી.

સ્રોત

  • પુસ્તક : તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે... (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012