dhanya bhagya - Geet | RekhtaGujarati

ધન્ય ભાગ્ય

dhanya bhagya

ઉશનસ્ ઉશનસ્
ધન્ય ભાગ્ય
ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન;

અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન! બાઈ રેo

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,

ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,

ધણી થૈ બેસે તોય શું કહીએ; તો માગે દાણ. - બાઈ રેo

કંઈક બીજી જો મહિયારીની કોઈ ફોડે ગોળી,

રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,

આપણું પીધું તુચ્છ, હિરનું ચાખ્યું બુંદ મહાન. - બાઈ રેo

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,

કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં બચાવવું બાઈ!

બચિયું એટલું એળે, અહીં તો લૂંટવું એટલી લ્હાણ! બાઈ રેo

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004