મ્હારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય,
મ્હારી આતમ-જ્યોતના દીવડા ઝબુકી ઝંખવાય: –ટેક
ઝંપે જરી રોતાં લોચનિયાં ત્યાં ઝબકીને જાગી જવાય,
આધે આધે આછા યુગનર કેરા પડછાયા પથરાય રે
મહા વીર મોટા દરશાય: મ્હારીo
આભ લગી એનાં મસ્તક ઊંચા ને પગ અડતા પાતાળ,
જુગ જુગના જેણે કાળ વ્હલોવ્યા ને ડોલાવી ડુંગર માળ રે
ફોડી જીવન રૂંધણ પાળ: મ્હારીo
ઠપકો દેતી હસતી મૂરતી એ ઝળહળતી ચાલી જાય,
સ્વપ્ન સરે મ્હારે કાન પડે મ્હારા દેશની ઊંડેરી હાય રે
એનાં બંધન ક્યારે કપાય: મ્હારીo
ઘન ઘન અંધારાં વીંધણહારો જાગે કો ભડવીર, —
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો વામન સરખાં શરીર રે
અણભીંજલ ઊભાં છ તીર: મ્હારીo
જરિક જરિક ડગ માંડતાં મ્હારી જનનીને ના વળે ઝંપ,
આવો વિપ્લવ! આવો જ્વાલામુખી! આવો રૂડા ભૂમિ કમ્પ રે
તોડો જીર્ણતા દારુણ થંભ : મ્હારીo
mhari majham ratnan sonlan chamki chamki chalyan jay,
mhari aatam jyotna diwDa jhabuki jhankhwayah –tek
jhampe jari rotan lochaniyan tyan jhabkine jagi jaway,
adhe aadhe achha yugnar kera paDchhaya pathray re
maha weer mota darshayah mhario
abh lagi enan mastak uncha ne pag aDta patal,
jug jugna jene kal whlowya ne Dolawi Dungar mal re
phoDi jiwan rundhan palah mhario
thapko deti hasti murti e jhalahalti chali jay,
swapn sare mhare kan paDe mhara deshni unDeri hay re
enan bandhan kyare kapayah mhario
ghan ghan andharan windhanharo jage ko bhaDwir, —
Dartan Dartan Daglan bhartan aa to waman sarkhan sharir re
anbhinjal ubhan chh tirah mhario
jarik jarik Dag manDtan mhari jannine na wale jhamp,
awo wiplaw! aawo jwalamukhi! aawo ruDa bhumi kamp re
toDo jirnta darun thambh ha mhario

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931