sharanam mam! - Geet | RekhtaGujarati

શરણમ્ મમ!

sharanam mam!

સુરેશ દલાલ સુરેશ દલાલ
શરણમ્ મમ!
સુરેશ દલાલ

અમે એવા છઈએ : અમે એવા છઈએ,

તમે માછલી માગો ને અમે દરિયો દઈએ.

તમે અમથું જુઓ તો અમે દઈ દઈએ સ્મિત,

તમે સૂર એક માગો તો દઈ દઈએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઈએ,

અમે તારા બગીચાની માલણ છઈએ.

તમે પગલું માંડો કે અમે થઈ જઈએ પંથ,

અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઈએ,

અમે તારા આકાશમાં પારેવાં છઈએ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 451)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986