saw uchhina pani - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાવ ઉછીના પાણી

saw uchhina pani

કૃષ્ણ દવે કૃષ્ણ દવે
સાવ ઉછીના પાણી
કૃષ્ણ દવે

સાવ ઉછીના પાણી

દરિયા તારી પાસે નહીંતર હતી પાઈ ક્યાં કાણી?

સાવ ઉછીના પાણી

ફીણ અને મોજાથી નહીંતર હાલે કારોબાર?

સારું છે કે હજી'ય નદીયું ચૂકવે કંઈક ઉધાર

કોણ સાંભળે નહીંતર તારી ઘૂઘવતી વાણી?

સાવ ઉછીના પાણી

પોણે ભાગે દબાણ તારું કોઈ કદી ના સાંખે

તો ધરતી માતા છે કે માન નદીનું રાખે

આખો'દી માથા ફોડે ને કોડીની કમાણી?

સાવ ઉછીના પાણી

કાંઠે આવેલા તરસ્યા ની ક'દી બુઝાણી પ્યાસ?

મીઠી નદીઓ પી પી ને પણ દિમાગમાં ખારાશ?

કહે કદી તારામાં ફૂટી મધમીઠ્ઠી સરવાણી?

સાવ ઉછીના પાણી

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ