kharwan hibkan bhare - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખારવણ હીબકાં ભરે

kharwan hibkan bhare

રમણીક સોમેશ્વર રમણીક સોમેશ્વર
ખારવણ હીબકાં ભરે
રમણીક સોમેશ્વર

ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે.

તૂટેલી હોડીને પૂછે છે ખારવણ

પોતાના દરિયાની વાત

ઝીલે છે હલ્લેસાં છાતીમાં

વિખરાતી મેલીને પોતાની જાત

સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે

ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે.

દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે

ખંખોળી સાતે પાતાળ

આંખોમાં આંખો પરોવીને ખારવણ

દરિયાને પૂછે છે ભાળ.

અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે

ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 417)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004