રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખરતા પીંછાની એબ્સર્ડ ઈચ્છાનું ગીત
Kharta Pinchchhani Absurd Ichchhanu Geet
પર્વત ઉપર પરી ધિનફતાન્ લાવ રી પાંખો ઊડું ધિનક્તાન્
ફરફર ફરફર ફરફ્ ધિનક્તાન્
પીંછે ઈચ્છા ખરી ધિનક્તાન્ (જળમાં ઝાંખો બૂડું) ધિનક્તાન્
સરવર સરવર હરક્ ધિનક્તાન્
અચરજતરણું તોડું ને દરિયો પાતળે જઈને ખોડું પ્રલયનો લય પામી
ગગનની ગગરી ફોડું ને જળને સમરથ સાથે જોડું વિલચનો ભય ડામી
પ્રિક્ પ્રિક પંખી જરી ધિનક્તાન્ લાવ રી આંખો બૂડું ધિનક્તાન્
નિન્દર નિન્દર ગગન્ ધિનક્તાન્
હું તો કાન અને મનનું ટોળું કે ટોળામાં રમતું છોડું ચરાચર ખમખાલી
કંઈ પવનના પડદે બોલું (અરવને ખોલું) આ કોણ મને દે તાલી...
તાલી ઉપર તરી ઘિનક્તાન્ છલ્લંછલ્લા બૂડું ધિનક્તાન્
સચરાચરની તરફ ધિનક્તાન્
પર્વત ઉપર પરી ધિનક્તાન્ લાવ રી પાંખો ઊડું ધિનક્તાન્
ફરફર ફરફર ફરત્ ધિનક્તાન્
પીંછે ઈચ્છા ખરી ધિનક્તાન્ (જળમાં ઝાંખો બૂડું) ધિનક્તાન્
સરવર સરવર હરક્ ધિનક્તાન્
સ્રોત
- પુસ્તક : આઠમા દાયકાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : સુમન શાહ
- પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
- વર્ષ : 1982