હું ભરતીનો દરિયો તૃષ્ણી! તું રેતીની છાલક
તું રેતીનું ધીમું કણસે, હું મલ્હારી ગાયક...
હું ઝાંઝર પહેરાવું ફીણની ઘંટડીઓના છૂમછૂમ,
હું મારા મોજાંની આપું કટિમેખલા રૂમઝૂમ;
છાકમછોળ કરી દઉં તારી કોરી કડાક્ સાડી,
હું ઘોઘાનો પરણેતર ને તું લંકાની લાડી;
તૃષ્ણી! હું તારી સ્ટોરીનો છું રૉમેન્ટિક નાયક...
આ તું જેને મોજાં કહે છે એ છે મારું ક્રંદન,
તું શું જાણે શાંત સપાટી નીચે પણ છે મંથન,
ખડકોમાં અથડાઈ મરી ખૂટવાની ઘટના જીવતર,
ઓટ નામનો અભાવ તારો રુવેંરુવાંનું કળતર;
હું જળની વેદીમાં બળવા બેઠેલો છું પાવક...
hun bhartino dariyo trishni! tun retini chhalak
tun retinun dhimun kanse, hun malhari gayak
hun jhanjhar paherawun phinni ghantDiona chhumchhum,
hun mara mojanni apun katimekhla rumjhum;
chhakamchhol kari daun tari kori kaDak saDi,
hun ghoghano parnetar ne tun lankani laDi;
trishni! hun tari storino chhun raumentik nayak
a tun jene mojan kahe chhe e chhe marun krandan,
tun shun jane shant sapati niche pan chhe manthan,
khaDkoman athDai mari khutwani ghatna jiwtar,
ot namno abhaw taro ruwenruwannun kaltar;
hun jalni wediman balwa bethelo chhun pawak

સ્રોત
- પુસ્તક : એક કીડીનું બ્રહ્મરંધ્ર સૂંઘવા (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : ભરત યાજ્ઞિક
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1985