dariyaji - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફળ્યાં કોઈને ગંગાજી તો ફળ્યાં કોઈને જમુનાજી

અમને ફળ્યા લોહીસોંસરા ઘેઘૂર ઘટઘટ દરિયાજી

આંખોમાં છે આંસુ ખળખળ આંસુમાં આંખો છે જળજળ

રોમરોમ રોમાંચ છે રુમઝુમ ધકધક ધબકે પળ પળ પળ

અમે અમારા અફાટ સમદર ક્ષણમાં પાર ઉતરિયાજી

અમને ફળ્યા લોહીસોંસરા ઘેઘૂર ઘટઘટ દરિયાજી

ફીણ ને મોજાં શંખછીપ ને ભરતી ભરતી વમળ વમળ

વૈભવ ઝાકમઝોળ એમ કે કાદવમાં પણ કમળ કમળ

દરિયે દરિયે લહર અમે ને અમે લહરમાં દરિયાજી

અમે નિજમાં એમ લીન કે રાધા ને સાંવરિયાજી

ફળ્યાં કોઈને ગંગાજી તો ફળ્યા કોઈને જમુનાજી

અમને ફળ્યા લોહીસોંસરા ઘેઘૂર ઘટઘટ દરિયાજી

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008