manasanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માણસનું ગીત

manasanun geet

અશોક ચાવડા 'બેદિલ' અશોક ચાવડા 'બેદિલ'

શું તિલક શું જનોઈ?

હું પણ તારી માફક જન્મ્યો લઈને સાથે નાળ

તો પણ મારા અવતરવા પર શાને પડતી ગાળ

સહુની માફક હુંયે આવ્યો દુનિયામાં રોઈ

શું તિલક શું જનોઈ?

હું પાડતો બૂમ કોઈ સાંભળે મારો શોર

માણસ જેવો માણસ છું પણ તોય ગણાતો ઢોર

મેંય કર્યા ભેદભાવ નવા ભેદભાવને જોઈ

શું તિલક શું જનોઈ?

સ્રોત

  • પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012