ઝવેરચંદ મેઘાણી
Jhaverchand Meghani
('ધૂંબડી સૈયરમાં રમે' - એ ઢાળ)
ચૂંદડી ચૌદ લોકમાં ગોતું
આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું. - ચૂંદડી.
ચૂંદડી ચાર રંગમાં બોળી!
લાલ પીળા પરભાતમાં બોળી
ચાંદલી પૂનમ રાતમાં બોળી
વીજળી કેરા હોજમાં બોળી
મેઘધનુના ધોધમાં બોળી. - ચૂંદડી.
ચૂંદડી ચાર ચોકમાં ઓઢું
માનસરોવર ઝીલતી ઓઢું
આભની વેલ્યે વીણતી ઓઢું
ડુંગર ડુંગર દોડતી ઓઢું
વાયરા ઉપર પોઢતી ઓઢું. - ચૂંદડી
ચૂંદડી ચાર છેડલે ફાટી
રાસડા લેતાં
તાળીઓ દેતાં
સાગરે ના’તાં નીરમાં ફાટી. - ચૂંદડી
[‘dhumbDi saiyarman rame’ e Dhaal]
chundDi chaud lokman gotun
abhman gotun
gebman gotun
sat patale ghumti gotun chundDi
chundDi chaar rangman boli!
lal pila parbhatman boli
chandli punam ratman boli
wijli kera hojman boli
megh dhanuna dhodhman boli chundDi
chundDi chaar chokman oDhun
manasrowar jhilti oDhun
abhni welye winti oDhun
Dungar Dungar doDti oDhun
wayra upar poDhti oDhun chundDi
chundDi chaar chheDle phati
rasDa letan
talio detan
sagre na’tan nirman phati chundDi
(1928)
[‘dhumbDi saiyarman rame’ e Dhaal]
chundDi chaud lokman gotun
abhman gotun
gebman gotun
sat patale ghumti gotun chundDi
chundDi chaar rangman boli!
lal pila parbhatman boli
chandli punam ratman boli
wijli kera hojman boli
megh dhanuna dhodhman boli chundDi
chundDi chaar chokman oDhun
manasrowar jhilti oDhun
abhni welye winti oDhun
Dungar Dungar doDti oDhun
wayra upar poDhti oDhun chundDi
chundDi chaar chheDle phati
rasDa letan
talio detan
sagre na’tan nirman phati chundDi
(1928)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 232)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997
