lhekanta limDa hethe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લ્હેકંતા લીમડા હેઠે

lhekanta limDa hethe

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
લ્હેકંતા લીમડા હેઠે
સુંદરજી બેટાઈ

સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;

સાંભરે રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી 'તી મંજરી.

રૂપેરી રંગમાં,

રજની ઓછંગમાં,

સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી છલકી 'તી છાતડી;

કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી વરતી 'તી વાતડી.

ચૂતી'તી ચૂંદડી

લીલી રતુંબડી.

સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે,

ને રંગ નવે ઘેરે ઊઘડી ’તી આંખડી;

અંતરે અદબીડી નવલા પરાગે,

અનેરા કો રાગે ખીલી 'તી પાંખડી.

સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;

સાંભરે રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી 'તી મંજરી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 730)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007