Chomasu Urfe Chabuk - Geet | RekhtaGujarati

ચોમાસું ઉર્ફે ચાબુક

Chomasu Urfe Chabuk

રમેશ પારેખ રમેશ પારેખ
ચોમાસું ઉર્ફે ચાબુક
રમેશ પારેખ

ચોમાસુ ચાબુક સબોડે સટાક ચાબુક સટાક ચાબુક સટાક

રેંજીપેંજી જીવ ઝીલે ઝીંક, પડે જીવલેણ ઝાટકે ઝટાક

આડેધડ સૉળ ઉપરવટ સોયઝાટકી સૉળ પડે ત્યાં કોણ મોખરે ઝૂઝે?

એકાદા અવયવની વાત ક્યાં છે? તો પાંચ હાથનું જણ આખુંયે દૂઝે

કોરાં લૂગડાંમાં ભાંગેલું એકલદોકલ કૈંક છુપાવી નીકળી કોઈ છત્રી ભોળીભટાક

છાંટા સાથે, વાછંટ સાથે, રેલા સાથે રેલો રેલો વહી નીકળતું ગામ

ખોબામાં સરનામું લઈને સાંકડમૂંકડ ભીંતો કોરી ઊભી છે શું કામ?

જુલમ સહીએ એમાં શાનાં છાનગપતિયાં? સહીએ મૂકી ડેલી, મૂકી છાતી, ખુલ્લીફટાક

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ