અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. – ચિતારેo
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! – ચિતારેo
લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! – ચિતારેo
ajab milawat kari
chitare rangapyalio bhari!
ek lasarke ugi nikalyan
jangal jangal jhaD;
tapke tapke phuti nikalya
dhartipatthi phaD!
ghatt nilima nari – chitareo
jarak khankheri pinchhi tyan
phulne lagi chhant;
phoonk martan phelaya sha
sagar sat aphat!
jalrange jalapri! – chitareo
luchhtan wadalpote ughaDya
indradhanuna rang;
rangrangman lila nijni
nirkhe thaine dang!
chitre phari phari! – chitareo
ajab milawat kari
chitare rangapyalio bhari!
ek lasarke ugi nikalyan
jangal jangal jhaD;
tapke tapke phuti nikalya
dhartipatthi phaD!
ghatt nilima nari – chitareo
jarak khankheri pinchhi tyan
phulne lagi chhant;
phoonk martan phelaya sha
sagar sat aphat!
jalrange jalapri! – chitareo
luchhtan wadalpote ughaDya
indradhanuna rang;
rangrangman lila nijni
nirkhe thaine dang!
chitre phari phari! – chitareo
સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 195)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007