kaalbhammar sapnaamaan varsaad thayo chhokriono - Geet | RekhtaGujarati

કાળભમ્મર સપનામાં વરસાદ થયો છોકરીઓનો...

kaalbhammar sapnaamaan varsaad thayo chhokriono

રમેશ પારેખ રમેશ પારેખ
કાળભમ્મર સપનામાં વરસાદ થયો છોકરીઓનો...
રમેશ પારેખ

કાળભમ્મર સપનામાં વરસાદ થયો છોકરીઓનો...

સનનન દઈને આખું સપનું થયું કાગડો ક્રાંઉં

છત્રીના હાથા જેવો હું ખુલ્લમખુલ્લા ન્હાઉં

ન્હાવું ઉર્ફે અર્થ મને અફળાવો અઢળક પરીઓનો...

કોઈ છોકરી ‘એક હતો રાજા’ની જેવું હસે

કોઈ વળી પંખીની ટોળી જેમ નર્યું તસતસે

અને કોઈ તો...ઉફ...સફરજન ઉપર હલ્લો છરીઓનો....

પછી થઈ હોનારત એમાં બચ્ચા ફક્ત શ્વાસ

એમાં જાજરમાન ઉઝરડા ઊંડા બબ્બે વાંસ

ટેવ નહીં ને પલળ્યા તેથી તાવ ચડ્યો ઘૂઘરીઓનો...

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ