રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો[ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને]
છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજિલ નવ ઢોળજો, બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તો ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન! રીપુ-મન માપવું, બાપુ!
સૂર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ કોમલ! જાઓ રે, બાપુ!
કહેશે જગત: જોગી તણાં શું જોગ ખૂટ્યાં?
દરિયા ગયા શોષાઈ? શું ઘન-નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારાં દુઃખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના-
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!
શું થયું -ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો!
બોસા દઈશું -ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!
જગ મારશે મે’ણાં: ન આવ્યો આત્મજ્ઞાની!
ના'વ્યો ગુમાની -પોલ પોતાની પિછાની!
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી, બાપુ!
જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને-
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!
(1931)
[golmeji parishadman jati wela gandhijine]
chhello katoro jherno aah pi jajo, bapu!
sagar pinara! anjil naw Dholjo, bapu!
ankhut wishwase wahyun jiwan tamarunh
dhurto dagalbajo thaki paDiyun panarunh
shatru to khole Dhali, sukhthi sunarunh
a akhri oshikDe shir sompawun, bapu!
kape bhale gardan! ripu man mapawun, bapu!
soor asurna aa nawayugi uddhi walone,
shi chhe gatagam ratnna kami janone?
tun wina, shambhu! kon pishe jher done!
haiya lagi galwa garal jhat jao re, bapu!
o saumya raudr! karal komal! jao re, bapu!
kaheshe jagtah jogi tanan shun jog khutyan?
dariya gaya shoshai? shun ghan neer khutyan?
shun aabh suraj chandrmanan tel khutyan?
dekhi amaran dukha naw atki jajo, bapu!
sahiyun ghanun, sahishun wadhuh naw thaDakjo, bapu!
chabuk, japti, danD, DanDa marana,
jiwtan kabrastan karagarnan,
thoDaghna chhantkaw golibarna
e to badhanya jari gayan, kothe paDyan, bapu!
phool saman am haiDan tame loDhe ghaDyan, bapu!
shun thayun tyanthi Dhingalun lawo na lawo!
bosa daishun bhale khali hath aawo!
ropashun tare kanth rasabasti bhujao!
duniya tane monye jari jai aawjo, bapu!
hamdardina sandeshDa dai aawjo, bapu!
jag marshe mae’nanh na aawyo atmagyani!
nawyo gumani pol potani pichhani!
jagapremi joyo! dajh duniyani na jani!
ajar manaw jat aakul thai rahi, bapu!
tari tabibi kaj e talkhi, bapu!
ja, bap! mata akhlane nathwane,
ja wishwhatya upre jal chhantwane,
ja sat sagar par setu bandhwane
ghanghor wanni watne ajwalto, bapu!
wikral kesariyalne pampalto, bapu!
chalyo jaje! tuj bhomiyo bhagwan chhe, bapu!
chhello katoro jherno pi aawje, bapu!
(1931)
[golmeji parishadman jati wela gandhijine]
chhello katoro jherno aah pi jajo, bapu!
sagar pinara! anjil naw Dholjo, bapu!
ankhut wishwase wahyun jiwan tamarunh
dhurto dagalbajo thaki paDiyun panarunh
shatru to khole Dhali, sukhthi sunarunh
a akhri oshikDe shir sompawun, bapu!
kape bhale gardan! ripu man mapawun, bapu!
soor asurna aa nawayugi uddhi walone,
shi chhe gatagam ratnna kami janone?
tun wina, shambhu! kon pishe jher done!
haiya lagi galwa garal jhat jao re, bapu!
o saumya raudr! karal komal! jao re, bapu!
kaheshe jagtah jogi tanan shun jog khutyan?
dariya gaya shoshai? shun ghan neer khutyan?
shun aabh suraj chandrmanan tel khutyan?
dekhi amaran dukha naw atki jajo, bapu!
sahiyun ghanun, sahishun wadhuh naw thaDakjo, bapu!
chabuk, japti, danD, DanDa marana,
jiwtan kabrastan karagarnan,
thoDaghna chhantkaw golibarna
e to badhanya jari gayan, kothe paDyan, bapu!
phool saman am haiDan tame loDhe ghaDyan, bapu!
shun thayun tyanthi Dhingalun lawo na lawo!
bosa daishun bhale khali hath aawo!
ropashun tare kanth rasabasti bhujao!
duniya tane monye jari jai aawjo, bapu!
hamdardina sandeshDa dai aawjo, bapu!
jag marshe mae’nanh na aawyo atmagyani!
nawyo gumani pol potani pichhani!
jagapremi joyo! dajh duniyani na jani!
ajar manaw jat aakul thai rahi, bapu!
tari tabibi kaj e talkhi, bapu!
ja, bap! mata akhlane nathwane,
ja wishwhatya upre jal chhantwane,
ja sat sagar par setu bandhwane
ghanghor wanni watne ajwalto, bapu!
wikral kesariyalne pampalto, bapu!
chalyo jaje! tuj bhomiyo bhagwan chhe, bapu!
chhello katoro jherno pi aawje, bapu!
(1931)
ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન. ‘સૌરાષ્ટ્રનો’ પહેલો ફરમો ગુરૂવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ' 'બંધુ' શબ્દોને સ્થાને 'બાપુ' બાપુ’ શબ્દો સૂચવ્યાં. ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી. તે જ સાંજે મુંબઈ રવાના કરી -સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે. બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રુર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં. “કુંડીબંધ તારો અને કાગળો આવેલા તે [આગબોટમાં] વાંચવા માંડ્યા. ...મેઘાણીનો ‘છેલ્લો કટોરો'[વાંચીને] બાપુ કહે, ‘મારી સ્થિતિનું આમાં વર્ણન થયું છે તે તદ્દન સાચું છે’ કાવ્ય વાંચતા તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાથી રહ્યો હોય એમ પ્રતીત થાય છે... જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને —અંધારપછેડો ઓઢીને—જોયા કીધું હોય એમ લાગે છે." (મહાદેવ દેસાઈ)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997