chhelaji re - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છેલાજી રે

chhelaji re

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
છેલાજી રે
અવિનાશ વ્યાસ

છેલાજી રે,

મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો;

એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો

પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી.

રંગ રતુંબલ કોર કસુંબલ,

પાલવ પ્રાણ બિછાવજો રે

પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી.

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,

ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;

હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,

પાટણથી પટોળાં મોંઘા લાવજો છેલાજી.

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,

એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે

નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,

પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી.

સ્રોત

  • પુસ્તક : પાંદડું લીલું ને રંગ રાતો (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1999