bole bulbul - Geet | RekhtaGujarati

બોલે બુલબુલ

bole bulbul

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
બોલે બુલબુલ
ઉમાશંકર જોશી

બોલે બુલબુલ,

વ્હેલે પરોઢિયે બોલે બુલબુલ.

રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ

ઝીણા ઝરે સૂર કોના આકુલ?

બોલે બુલબુલ...

ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,

આવી છંટાય મારી પાંપણે અમૂલ.

બોલે બુલબુલ...

રજની વલોવી એણે શું શું રે પીધું?

અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ!

બોલે બુલબુલ...

અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ

પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ!

બોલે બુલબુલ...

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 475)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981