રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં
chandanan ajwalan ankhyunman anjyan tyan shamnano phatphat jagyan
ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં.
ગોરમાની પાસે મેં રાત'દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
ખોવાણી રાત આખી એના અણસારમાં તો
પાંપણ પર ઊગ્યા ઉજાગરા.
ચાખવા ને સૂંઘવામાં એવી તો અટવાણી કે
રહ્યા ન શ્વાસો કહ્યાગરા.
અષાઢી નેવાંની જેમ જ એ ટપક્યા ને અલૂણા અપાહ મારા ભાંગ્યા.
ગોરમાની પાસે મેં રાત'દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
સાતમથી સાત ધાન છાબડીમાં વાવ્યાં
અને હૈયામાં ઊગ્યા જુવારા.
આંગળીઓ પાંચ મારી કંકુમાં ઓળઘોળ,
અદકા આ ઓરતા કુંવારા.
ગુંજે શરણાઈ મારા મનડા મોઝાર અને જાંગીડા ઢોલ કાંઈ વાગ્યા.
ગોરમાની પાસે મેં રાત'દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
chandanan ajwalan ankhyunman anjyan tyan shamnano phatphat jagyan,
gormani pase mane raat’ di ek kari kesariya piyujine magya
khowani raat aakhi ena ansarman to
pampan par ugya ujagra
chakhwa ne sunghwaman ewi to atwani ke
rahya na shwaso kahyagra
ashaDhi newanni jem ja e tapakya ne aluma apah mara bhangya
gormani pase mein raat’ di ek kari kesariya piyujine magya
satamthi sat dhan chhabDiman wawyan
ane haiyaman ugya juwara
anglio panch mari kunkuman olghol,
adka aa orta kunwara
gunje sharnai mara manDa mojhar ane jangiDa Dhol kani wagya

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ - સપ્ટેમ્બર-2019 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન