chakDol - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચરર ચરર મારું ચકડોળ ચાલે,

ચાકડચું ચીંચીં ચાકડચું ચીંચીં તાલે,

આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર.

લાલ ફેંટવાળા? સોમાભાઈના સાળા!

કરસનકાકા કાળા! ભૂરી બંડીવાળા!

મારું ચકડોળ ચાલે, ચાકડયું ચીંચીં, ચાકડચું ચીંચીં. ચરર ચરર.

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,

નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે.

અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.

ચાકડચું ચીંચીં તાલે. ચરર ચરર.

ચડકોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,

ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું.

દુઃખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે.

ચાકડચું ચીંચી તાલે,

આજે રોકડા ને ધાર કાલે. ચરર ચરર.

સ્રોત

  • પુસ્તક : અવિનાશી અવિનાશ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006