રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો
કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!
દૂર દેશથી ઊડઊડતી લ્યો આવી એક ચબરખી,
આછી એની રંગ-સુગંધી જોતાંને હું હરખી
માંહી લખ્યું કે આવી પહોંચું પાંગરતા પાનેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...
નવસેરાં હૈ મીંડલાં માથે બોર ઢળકતું રાખો.
બાજુબંધ અણવટ વીંછિયાં કૈ ચણિયે ઘૂઘરી ટાંકો
ને અડવી રે’ના કેડ્ય કનકના કંદોરાને ભેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...
વળગું જૈ કોટે કે પોંખું મીઠું મલકતાં ચ્હેરે?
ના ના સઈ મારે તો ઈને ફાગણની રંગલ્હેરે,
ફરફરતી આ ચૂંદલડીની ઝીણી ઝપટમાં ઘેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...
કેમ વિતાવ્યાં માસ આવડાં મનડું એ જ વિમાસે
હવે ઘડી બે ઘડીય મુજને જુગ શી લાંબી ભાસે,
હીંચ નહીં નહીં લેત અધીરા ઉર-ધબકારા ફેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...
(૧૯૬૦)
ari jhatpat kora kesh mahin sai chandan kangsi pherwo
kani ketle kal pharithi manmanyane herwo!
door deshthi uDuDti lyo aawi ek chabarkhi,
achhi eni rang sugandhi jotanne hun harkhi
manhi lakhyun ke aawi pahonchun pangarta panerwo!

nawseran hai minDlan mathe bor Dhalakatun rakho
bajubandh anwat winchhiyan kai chaniye ghughari tanko
ne aDwi re’na keDya kanakna kandorane bherwo!

walagun jai kote ke ponkhun mithun malaktan chhere?
na na sai mare to ine phaganni rangalhere,
pharapharti aa chundalDini jhini jhapatman gherwo!

kem witawyan mas awDan manaDun e ja wimase
hwe ghaDi be ghaDiy mujne jug shi lambi bhase,
heench nahin nahin let adhira ur dhabkara pherwo!

(1960)

સ્રોત
- પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 38)
- સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
- પ્રકાશક : પ્રસાર, ભાવનગર
- વર્ષ : 2000