રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમ્હારી વેણીમાં ચાર ચાર ફૂલ
અંબોડલે શોભે સોહામણી એ ઝૂલ. મ્હારી.
એક ફૂલ જાણે મ્હારા સસરાજી શોભતા
મોંઘરું મોગરાનું ફૂલ;
એની સુવાસે મ્હેકે ઘરઘરનો ઓરડો
ગંભીર ને સૌમાં અતુલ. મ્હારી.
બીજું ફૂલ જાણે મ્હારી નણદી પેલી નાનકી
જાણે રૂડું ચંપાનું ફૂલ;
જ્યારે જુવો ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ. મ્હારી.
ત્રીજું ફૂલ જાણે મ્હારાં સાસુજી આકરાં
જાણે પેલું સૂર્યમુખી ફૂલ;
સૂરજ ઊગતાંની સાથ માંડતું એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું ભૂલ. મ્હારી.
ચોથું ફૂલ જાણે મ્હારા હૈયાના હારનું
જાણે રૂડું રાતરાણી ફૂલ :
દિવસે ના બોલે એ મ્હોટાંના માનમાં
રાતડિયે બોલે બુલબુલ. મ્હારી.
mhari weniman chaar chaar phool
amboDle shobhe sohamni e jhool mhari
ek phool jane mhara sasraji shobhta
mongharun mogranun phool;
eni suwase mheke gharagharno orDo
gambhir ne sauman atul mhari
bijun phool jane mhari nandi peli nanki
jane ruDun champanun phool;
jyare juwo tyare khilyun ne phalyun
mastiman rahetun mashgul mhari
trijun phool jane mharan sasuji akran
jane pelun suryamukhi phool;
suraj ugtanni sath manDatun e mhekwa
sanj sudhi kaDhatun bhool mhari
chothun phool jane mhara haiyana haranun
jane ruDun ratrani phool ha
diwse na bole e mhotanna manman
rataDiye bole bulbul mhari
mhari weniman chaar chaar phool
amboDle shobhe sohamni e jhool mhari
ek phool jane mhara sasraji shobhta
mongharun mogranun phool;
eni suwase mheke gharagharno orDo
gambhir ne sauman atul mhari
bijun phool jane mhari nandi peli nanki
jane ruDun champanun phool;
jyare juwo tyare khilyun ne phalyun
mastiman rahetun mashgul mhari
trijun phool jane mharan sasuji akran
jane pelun suryamukhi phool;
suraj ugtanni sath manDatun e mhekwa
sanj sudhi kaDhatun bhool mhari
chothun phool jane mhara haiyana haranun
jane ruDun ratrani phool ha
diwse na bole e mhotanna manman
rataDiye bole bulbul mhari
સ્રોત
- પુસ્તક : અવિનાશી અવિનાશ (પૃષ્ઠ ક્રમાંક 243)
- સર્જક : અવિનાશ વ્યાસ
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2006