બોન્સાઈ ગીત
Bonsai Geet
મધુસૂદન પટેલ
Madhusudan Patel

ઘણાંને ખબર છે, ઘણાં બેખબર છે.
પલાંઠી પવનપાવડીથી નથી કમ,
તળેટી મહીં પણ શિખરની અસર છે.
ઘણાંને ખબર છે...
ગતિમાન રહેવું જ જીવન નથી કંઈ,
ધજાનું ફરકવું ધજાની સફર છે.
ઘણાંને ખબર છે...



સ્રોત
- પુસ્તક : પરબ : મે, 2025 (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : કિરીટ દૂધાત
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2025