boliye naa kai - Geet | RekhtaGujarati

બોલીએ ના કંઈ

boliye naa kai

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
બોલીએ ના કંઈ
રાજેન્દ્ર શાહ

બોલીએ ના કંઈ,

આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રે'વું ચૂપ;

નેણ ભરીને જોઈ લે, વીરા!

વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ -બો૦

વન વેરાને મારગ વિજન,

સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;

ગામને આરે હોય બહુ જન,

લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?

માનમાં જવું એકલ વીરા!

તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ! -બો૦

આપણી વ્યથા,

અવરને મન રસની કથા, ઇતર ના કંઈ તથા.

જીરવી અને જાણીએ, વીરા!

પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ! -બો૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 98)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964