bol - Geet | RekhtaGujarati

વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.

બોલની હારે પાયલિયું રણકારે એને

માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.

હળવી જો’યે ચાલ—ન ભાંગે સાવ રે સૂકું પાન,

વાયરાનો બોલ સાંભળે એવા સરવા જો’યે કાન;

સાવજનીયે સોડમાં સરી કરીએ અટકચાળું.

ભમરીને મધ ફૂલનું, હાથી હરણને ખડ ખેરુ,

ભોરિંગને ભલું મેડક, ને ન્હોરવાળાને છાગ વછેરું;

ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ

તારલિયાનાં તેજ ને વ્હેતાં વાંચીએ ઝરણપાણી,

આછેય તે અણસાર ઝાઝેરી વણબોલાયલ વાણી;

રાનમાંજરનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 44)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ