bijun hun kani na magun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બીજું હું કાંઈ ન માગું

bijun hun kani na magun

બાદરાયણ બાદરાયણ
બીજું હું કાંઈ ન માગું
બાદરાયણ

આપને તારા અંતરનો એક તાર,

બીજું હું કાંઈ માગું:

સુણજે આટલો આર્ત્ત તણો પોકાર

બીજું હું કાંઈ માગું.

તુંબડું મારું પડ્યું નકામું,

કોઈ જુએ નહીં એના સામું.

બાંધી તારા અંતરનો ત્યાં તાર,

પછી મારી ધૂન જગાવું :

સુણજે આટલો આર્ત્ત તણો પોકાર,

બીજું હું કાંઈ માગું.

એકતારો મારો ગુંજશે મીઠું,

દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું.

ગીતની રેલશે એક અખંડિત ધાર,

એમાં થઈ મસ્ત હું રાચું :

આપને તારા અંતરનો એક તાર,

બીજું હું કાંઈ માગું.

સ્રોત

  • પુસ્તક : કેડી (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સર્જક : બાદરાયણ
  • પ્રકાશક : ધ જનરલ બુક ડીપો
  • વર્ષ : 1941