ભરત સંગ રામ મિલન સુખદાઈ
bharat sang raam milan sukhdaaii
જુગલ દરજી
Jugal Darji

ભરત સંગ રામ મિલન સુખદાઈ.
ચિત્રકૂટની દશે દિશામાં હરખ હરખ દરશાઈ.
રામ-સિયાની કુટિયા પાસે બેઠા છે સહુ સંતો.
જ્ઞાન ગોઠડી માંડી આજે મૂકી સઘળાં તંતો.
બહુ ભાવથી રહ્યા સૂણી લાડકડા લક્ષ્મણભાઈ.
ભરત સંગ રામ મિલન સુખ દાઈ.
આહલાદક આ અદ્ભુત દૃશ્યો જોઈ ભરતજી રોયા,
વાહ કાળ શું ગતિ છે તારી કાળ નિયંતા ખોયા.
સકલ ઐશ્વર્ય છોડીને પણ નિશ્ચલ છે રઘુરાઈ.
ચિત્રકૂટની દશે દિશામાં હરખ હરખ દરશાઈ.
ભરત સંગ રામ મિલન સુખ દાઈ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ