bhalun tamarun teer bhalaji – - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભલું તમારું તીર ભલાજી –

bhalun tamarun teer bhalaji –

જયન્ત પાઠક જયન્ત પાઠક
ભલું તમારું તીર ભલાજી –
જયન્ત પાઠક

ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી

એક મીંચીને આંખ માર્યું તે દલડું નાખ્યું તોડી!

ભાલોડે ભરવીને હેંડ્યા તરફડતી શી ટિટોડી!

કૈડ નદીની ઊભી ધોહથી ઊતરી હું તો ન્હાવા

શૉલે પગ બોળીને બેઠી બે ઘડી પોરો ખાવા

સામી ધોહે ખખડ્યું કૈં તે શિયાળ ભડકી દોડી!

થેપાડું ભાળ્યું મેં, કાલે શૉલે ધોયું 'તું

છાનું છાનું પાણીમાં એક મોઢુંયે જોયું 'તું

એક દનમાં કોણે જાણ્યું'તું પતાળ દેશે ફોડી!

બાબરિયામાં બાઝેલાં તે મને ગોખરુ વાગ્યાં

લાલ લાલ આંગળીએ આખી રાત ધકોડા લાગ્યાં

હવે ભલાજી લાવો કંઈથી ઓસડ મૂળિયાં ગોડી

ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007