ભલો તને દરબાર
bhalo tane darabaar
ઊજમશી પરમાર
Ujamshi Parmar

હજી વધારે હોય વીતક તો લઈ આવો કરતાર,
તમે દીધેલાં બધાં તમારે સ્હેવાં તારણહાર.
પાન અમે, સુખદુઃખનાં ટીપાં પળમાં દડવી દઈએ,
ભલે હવામાં લ્હેરા લઇએ તોય ભોંયનાં રહીએ;
અમે એકલું વહ્યું આયખું, ભલો તને દરબાર
જંપ જડે તો પડખું અમથું જરાક ઢાળી લઈએ,
વિપત આવતી તો ચોખલિયે વધાવવાને જઈએ;
અજવાળે નકરાં અંધારાં થાતાં અમ આધાર.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1996 (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1998