હોલો ભગત બે'ક વે'લા ઊઠ્યા છે ને
ભજનું માંડ્યાં છે આજ ગાવા
ઘર બેઠાં ગંગાજી નાવા.
ચાંદોજી આથમણે રૂપું ગણે છે ને
સૂરજમલ ઉગમણે સોનું,
હોલાની આંખ જરા દોરું તો બોલે છે
સોનું-રૂપું છે ભાઈ, કોનું?
ફોગટનું જોવું નંઈ હોલો ભગત કિયે
આજકાલના આ ફુગાવા.
સૂરજ નો'તો ને વળી ચાંદો નો'તો
ને વળી નો'તી આ ધરતીની કાયા
ઈ ટાણે આપણે તો ભજનું ગાતા 'તા
ભાઈ, પંડના મેલીને પડછાયા
હોલો રાણો ક્યે છે માથું હલાવીને
એરે મુલક મારે જાવા
holo bhagat beka wela uthya chhe ne
bhajanun manDyan chhe aaj gawa
ghar bethan gangaji nawa
chandoji athamne rupun gane chhe ne
surajmal ugamne sonun,
holani aankh jara dorun to bole chhe
sonun rupun chhe bhai, konun?
phogatanun jowun nani holo bhagat kiye
ajkalna aa phugawa
suraj noto ne wali chando noto
ne wali noti aa dhartini kaya
i tane aapne to bhajanun gata ta
bhai, panDna meline paDchhaya
holo rano kye chhe mathun halawine
ere mulak mare jawa
holo bhagat beka wela uthya chhe ne
bhajanun manDyan chhe aaj gawa
ghar bethan gangaji nawa
chandoji athamne rupun gane chhe ne
surajmal ugamne sonun,
holani aankh jara dorun to bole chhe
sonun rupun chhe bhai, konun?
phogatanun jowun nani holo bhagat kiye
ajkalna aa phugawa
suraj noto ne wali chando noto
ne wali noti aa dhartini kaya
i tane aapne to bhajanun gata ta
bhai, panDna meline paDchhaya
holo rano kye chhe mathun halawine
ere mulak mare jawa
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1995