phulDanktori - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!

ફૂલડાંકટોરી ગૂંથી લાવ:

જગમાલણી રે બ્હેન!

અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર ચાર ચારણી, રે બ્હેન!

અંજલિએ છૂંદણાંના ડાઘ:

જગમાલણી રે બ્હેન!

અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહિ તો ઝરી જતું, રે બ્હેન!

ઝીલું તો ઝરે દશ ધાર:

જગમાલણી રે બ્હેન!

અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!

દેવની કટોરી ગૂંથી લાવઃ

જગમાલણી રે બ્હેન!

અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002