bar bay bar jewi bathrumo hoy ane pachchi bay chowina orDa - Geet | RekhtaGujarati

બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

bar bay bar jewi bathrumo hoy ane pachchi bay chowina orDa

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા
ધ્રુવ ભટ્ટ

બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

એવી મોટી મહેલાનતુંને ટક્કર મારે તે મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં

...મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં

ખોરડાંને આડ નહીં ફરતે દીવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું

તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું

બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાંએ ટાંગેલાં દોરડાં

...મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં

ઘરમાં બેસુંને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણાં તાળી લઈ જાય છે

કેમનું જિવાય કેમ રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે

એકવાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધા મોરલા

...મારાં ચાર-પાંચ નળિયાંનાં કોરડાં

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021