Bandhaya Hoy Nahi Kyay Toy Lage - Geet | RekhtaGujarati

બંધાયા હોય નહીં ક્યાંય તોય લાગે

Bandhaya Hoy Nahi Kyay Toy Lage

પ્રફુલ્લ પંડ્યા પ્રફુલ્લ પંડ્યા
બંધાયા હોય નહીં ક્યાંય તોય લાગે
પ્રફુલ્લ પંડ્યા

બંધાયા હોય નહીં ક્યાંય તોય લાગે કે છટકીને ક્યાંક ક્યાંક જઈએ

પોતાથી દૂર છાંય ખૂબ નજીક એવી બનતી ઘટના તો

મારું હરવાફરવાનું એક સ્થાન છે

એવા સમયમાં ખેર એવા સમયમાં હું ત્યાં જઈને બેસું છું

જ્યારે ગુમાવી હોય સાન છે

ઘટનામાં હોઉં ત્યારે એવું થઈ આવે કે ઘટના છોડીને ઘેર જઈએ

થઈ આવતી લાગણીનો રવાળો માંડું તો એક જવાબ મળે

જીવતર પર વત્તાની ચોકડી

ચોકડીના ચાર ખૂણા ખાલી પડેલા જોઈ ભ્રમણા ફૂટે છે જીવ

ભ્રમણા ફૂટે છે કૈંક રોકડી

ભ્રમણાને સમજી શકાય એવી સમજણની શોધમાં આગ આગ થઈએ.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1977 (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ