આંગણ ઊગ્યું ફૂલ
aangan uugyun fuul
માધવ રામાનુજ
Madhav Ramanuj

તરસ્યા રહેવાનું
અમરતની નદિયુને કાંઠે–
તરસ્યા રહેવાનું...
કુદરતની વ્હાલપ વરસે છે
તોય અમે તો કોરા,
અણસમજણના આટાપાટા
રમી રહેલા છોરા;
આમ તમારા સાવ પડોશી
પણ અંતર સહેવાનું
તરસ્યા રહેવાનું.
અવગણના અળગી મૂકીને
નજર જરા ફેરવશો?
અમે તમારે આંગણ ઊગ્યાં
ફૂલ છીએ – ના ડરશો!
દયા નહિ, આપો તો આપો
પ્રેમ –એ જ કહેવાનું...



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ