પલટણ અગણ્યાએંશી જોધ્ધાની,
એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું
સાચનું છે વેણ હવે ના લટવું ના લટવું
વેઠની ઉપાડી પેલી ગાંસડી
બેય નર્યા સાંઠીકડાં : સાઠી વટાવેલી કાઠી ને બીજી એની લાઠી
હાડકાંના માળામાં ઘઉંવર્ણા રામજીએ વાળી છે વજ્જર પલાંઠી
માથા પર ટેકવ્યું છે ફાટેલું આભ
નથી પહેરી કૈં રજવાડી પાઘડી
જોજનવા કાપવાને ધૂળિયે મારગ ઊડે
જૂતિયાં કહું કે પવનપાવડી
વાયકા છે : અમરતની ટોયલીને કાજ મથી નાખ્યો'તો એકવાર દરિયો
આજ ફરી નાથવાને એને ત્યાં ઊભો છે સુકલકડી પ્હેલ્લો અગરિયો
ચપટી મીઠાને હારુ દુનિયાના
બાદછાની હારે એણે બાંધી છે બાખડી
કેડે બાંધેલી ઘડિયાળ કને
બીગબેન બજવે તે ઘંટડીઓ રાંકડી
અંધારાં અજવાળાં ઓગળેલું મેલું પરોઢ ઊગ્યું મીઠાના રંગનું
કૂકડાએ બૂંગિયો ફૂંકીને જાણે એલાન કીધું સતિયાના જંગનું
આખા મલકનાં ઝાડવાંએ ખેરવી જો
આંસુ ભીંજેલી ફૂલપાંખડી
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
આવડીક મીઠાની ગાંગડી
paltan aganyayenshi jodhdhani,
enan hathiyar kiyan? takli ne trakDi
Dagalun bharyun ke hwe na hathawun na hathawun
sachanun chhe wen hwe na latawun na latawun
wethni upaDi peli gansDi
bey narya santhikDan ha sathi wataweli kathi ne biji eni lathi
haDkanna malaman ghaunwarna ramjiye wali chhe wajjar palanthi
matha par tekawyun chhe phatelun aabh
nathi paheri kain rajwaDi paghDi
jojanwa kapwane dhuliye marag uDe
jutiyan kahun ke pawanpawDi
wayka chhe ha amaratni toyline kaj mathi nakhyoto ekwar dariyo
aj phari nathwane ene tyan ubho chhe sukalakDi phello agariyo
chapti mithane haru duniyana
badchhani hare ene bandhi chhe bakhDi
keDe bandheli ghaDiyal kane
bigben bajwe te ghantDio rankDi
andharan ajwalan oglelun melun paroDh ugyun mithana ranganun
kukDaye bungiyo phunkine jane elan kidhun satiyana janganun
akha malaknan jhaDwane kherwi jo
ansu bhinjeli phulpankhDi
niche namine pachhi Dosaye upaDi
awDik mithani gangDi

સ્રોત
- પુસ્તક : જાસુદ પર જોગિયાનો સૂર (પૃષ્ઠ ક્રમાંક 74)
- સર્જક : હરીશ મિનાશ્રુ
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
- વર્ષ : 2022