awshe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊંચે ઊંચે તારકના પલકાર,

નીચે મારા હૈયાના થડકાર,

તેની વચ્ચે મૂંગો મૂંગો વહે છે અંધકાર.

ધીમા ધીમા વાજો આજ સમીર,

સાગર વીરા! લેજે આઘાં નીર,

મારો રે આવે છે વા’લમ હૈયા કેરો હીર.

નીંદર બે’ની, ઘેરીશ ના નેન

નહિ દેશો, ફૂલો, સુરભિ-ઘેન,

મારા રે વાલમને આવવા દેજો રે'તાં રેન.

મારા હૈયે કરિયા લાંબા હાથ,

આવીને પૂરી કરશે બાથ;

તેની વચ્ચે મૂગો મૂગો વ્હેશે પ્રેમ અતાગ.

સ્રોત

  • પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સર્જક : પ્રહલાદ પારેખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1969