atamram - Geet | RekhtaGujarati

હજીયે જાગે મારો આતમરામ! (ર)

સમુંદર ઘુઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર!

સમજું ના ભરતી કે આવે છે તુફાન... હજીયેo

સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે!

હાજર સૌ ટંડેલ એક મારાં સૂનાં છે સુકાન!

મારાં સૂનાં છે સુકાન! હજીયેo

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?

સવાયા થાશે કે જાશે મારા મૂળગાય દામ! હજીયે.o

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,

મારે તો થાવા બેઠો છે ફેરો નકામ!

મારો ફેરો નકામ!...

જાગોજી જાગોજી મારા આતમરામ!

વ્હાલા આતમરામ!

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021