Ashtanayika : Kalhantarita - Geet | RekhtaGujarati

અષ્ટનાયિકા : કલહાંતરિતા

Ashtanayika : Kalhantarita

વિનોદ જોશી વિનોદ જોશી
અષ્ટનાયિકા : કલહાંતરિતા
વિનોદ જોશી

મુજથી સહ્યું જાય...

આમ નજરથી દૂર રાખે, આમ અડે નહીં ક્યાંય.

મુખ મરડી લીધું તે લીધું, ખબર ક્યારે મલકે,

મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;

થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,

મુજથી સહ્યું જાય...

લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,

હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;

પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,

મુજથી સહ્યું જાય...

સ્રોત

  • પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ઉત્પલ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2023