arwachin mirannu pad - Geet | RekhtaGujarati

અર્વાચીન મીરાંનુ પદ

arwachin mirannu pad

રમેશ પારેખ રમેશ પારેખ
અર્વાચીન મીરાંનુ પદ
રમેશ પારેખ

– કે કાગળ હરિ લખે તો બને

અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતો મને....

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો

શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?

એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને....

મીરાં કે’ પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી

નિસદિન આવે જાય લઈ ને થેલો ખાલીખાલી

ચિઠ્ઠી લખતાંવેત પહોંચશે સીધી મીરાં કને....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983