ughaDi rakhjo bari - Geet | RekhtaGujarati

ઉઘાડી રાખજો બારી

ughaDi rakhjo bari

પ્રભાશંકર પટ્ટણી પ્રભાશંકર પટ્ટણી
ઉઘાડી રાખજો બારી
પ્રભાશંકર પટ્ટણી

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,

તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,

તમારાં શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,

જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 346)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007