રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરજકણ સૂરજ થવાને શમણે,
ઊગમણે જઈ બેસે, પલકમાં ઢળી પડે આથમણે
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચક્તિ થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
rajkan suraj thawane shamne,
ugamne jai bese, palakman Dhali paDe athamne
jalne tapt najarthi shoshi
chahi rahe ghan rachwa,
jhankhe koi din bimb banine
sagarne man waswa,
wamalamhin chakrai rahe e koi akal munjhawne
jyot kane jai jachi dipti
jwal kane jai lhay,
gati jachi jhanjhanilthi
e roop gaganthi chhay;
chakti thai sau jhankhe ene talawalti nij charne
rajkan suraj thawane shamne,
ugamne jai bese, palakman Dhali paDe athamne
jalne tapt najarthi shoshi
chahi rahe ghan rachwa,
jhankhe koi din bimb banine
sagarne man waswa,
wamalamhin chakrai rahe e koi akal munjhawne
jyot kane jai jachi dipti
jwal kane jai lhay,
gati jachi jhanjhanilthi
e roop gaganthi chhay;
chakti thai sau jhankhe ene talawalti nij charne
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 360)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004