jugni jhankhna! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જુગની ઝંખના!

jugni jhankhna!

સ્વપ્નસ્થ સ્વપ્નસ્થ
જુગની ઝંખના!
સ્વપ્નસ્થ

(ઢાળ: કેડ કેડ સમાણી સેંજલ, ડુંગરી...)

જિવતર માગે છે જુગની ઝંખના!

ભભુંકે વીજલનાં ગીત જો.

અધીરપ ઊઠી છે મારા પ્રાણમાં,

રૂઠી છે રૂદિયામાં પ્રીત જો!

વાતા ઇશાની દિશના વાયરા

ગાજે મેહુલા અસીત જો!

ગહેકે ગેબુંમાં વ્યાકુળ મોરલા

આખું આયુ અમીત જો!

ઘટ ઘટ જાગીરે મારે ચાહના

રોમે રોમે તે આગ જો!

વસમાં વાવાઝડ વીંઝતાં

વ્રેહા ઉમડે અથાગ જો!

કોને રે ચાહું? કોને છોડવાં?

હૈડું માગે અસીમ જો!

આવો વરસો રે જુગની ઝંખના

આખી ભૂખી છે સીમ જો!

સ્રોત

  • પુસ્તક : રાવણહથ્થો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : સ્વપ્નસ્થ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની
  • વર્ષ : 1942